
તું આવે ને વધે હાર્ટબીટ ,
હસ્તી જાય ને ખીલતી જાય ,
મારું બ્લડપ્રેશર વધારતી જાય,
એને શોખ છે વાતે વાતે જુમી ઉઠવાનો,
ઠુમકે ઠુમકે ઘાયલ કરતી જાય ..
આવી તો તારી કેવી છે રીત ,
તું આવે ને વધે હાર્ટબીટ ,
વરસાદ માં નાની બચ્ચી બની જાય ,
અને ચોમાસા માં મને વિન્ટર આપતી જાય,
પાગલ છે , થોડી કીડીશ છે એ તો ,
મારી અંદર પણ બાળપણ જગાડતી જાય...
આવી તો તારી કેવી છે રીત ,
તું આવે ને વધે હાર્ટબીટ ,
કોઈક વાર ખોટ્ટું ખોટ્ટું એ ખોટ્ટું લગાવતી જાય ,
અને મારા મન માં સાચો પ્રેમ ધબકાવતી જાય ,
રમત માં જીવતી હોય છે એ તો ,
અને પ્રેમ ની બારાખડી મને શીખવાડી જાય ..
આવી તો તારી કેવી છે રીત ,
તું આવે ને વધે હાર્ટબીટ.
`મિત્ર
No comments:
Post a Comment