Friday, 28 March 2014

તારી અને મારી દુનિયા સીલી સીલી ...


કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
આપણા ગુલાબ ની કેવી હતી પેહલી કુંપળ ખીલી ,
તારા વાળ વિખેરી મેં બાંધી આપેલી પોની ઢીલી ઢીલી  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
ભીંજાયેલા જેમાં મન આપણા , હતી એ વરસાદ માં જાહોજલાલી ,
ખાબોચિયા ના પાણી માં તારી કુર્તી મેલી મેલી  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
રાત આખી તારી વાટ જોતો પડે સવાર હવે વેહલી ,
અને તું આવે મને મળવા સાવ ઘેલી ઘેલી  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
લાગણી , પ્રેમ , હુંફ બધુ તારા થી મળ્યું મને ,
તારો પ્રેમ પામી મારી આંખો ભીની ભીની  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...

`મિત્ર

No comments:

Post a Comment