Friday, 28 March 2014

અમે ટેક્નોલોજીયા લવર...


અમે ટેક્નોલોજીયા લવર , અમે ટેક્નોલોજીયા લવર,
સમજાય નહિ અમને પ્રેમ પત્રો ના કવર ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

ફેસબુક ઉપર ફ્રેન્ડ રીક્વેસ્ટ ,
અને વોત્સેપ પર સંબંધ સાચવતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

સ્પર્શ નો એહસાસ અમને ક્યાં જોઈએ ,
"હગ્સ " લખીને વર્ચુઅલ પ્રેમ આપતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

ગમતા ની રાહ જોવી અમને ફાવે નહિ,
સ્કાઇપ પર મળી લિયે ચાલ સજન ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

અને ક્યારેક જો એમની બૌ યાદ આવે તો ,
"જાનુ" , "મુવાહ " ને વોઈસ ચેટ કરતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

સાથે બેસીને , હાથ પકડી સમય થોડી બગાડાય ,
ઈન્ટરનેટ કોલિંગ થી જ વાતો પતાવતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ....

`મિત્ર ગઢવી

No comments:

Post a Comment