- "રજત હજુ આવ્યો નહી..?"
મનોમન વિચારતા શ્રુતિ ઘર ના સોફા ના કવર્સ ગોઠવતી રહી.
લગન ના પાંચમા વર્ષ મા પ્રવેશવના હતા બંનેવ, રજતઍ લગન આટલા વર્ષો માં શ્રુતિ ને ઍક પતિ તરફ ની બધી ફરજ નીભાવી હતી ને ઍનો ઍક માત્ર પ્રેમ શ્રુતિ જ હતી, શ્રુતિ પણ ઍવી કે કોઈ નુ પણ મંન મોહી લે , આંખો જાણે ઉંડો દરિયો , હોઠ પણ ગુલાબ ની પાંદડી થી પણ કોમળ, નમણી ઍટલી કે મીણ પણ ઓગળવા લાગે ઍને જોઈ ને , કાયા પણ ઍવી કે ઍમ લાગે જાણે ઉપર વાળા ઍ વેકેશન માં આરામ થી ઍનિ માટે મેહનત કરી હોય , સરસ રીતે ગોઠવાયેલી બત્રીસી દેખાય જ્યારે ઍ હસે ત્યારે ભલભલા સોહામણા દેખાતા પુરુષો લપસવા તૈયાર થઈ જતા હોય છે. જોવા ની રીતે રજત અને શ્રુતિ બઊ જ ચાહતા ઍકબીજા ને અને ઘણા અંશે ઍવુ જ હતુ , પણ ઘણી વાર રજત પૂછતો શ્રુતિ ને કે "તારે કોઈ વાત કેહવિ છે મને ?"
ને દર વખત ની જેમ શ્રુતિ કેહ્તિ કે "ના ઍવુ કઈ નથી".
રજત ઍનૂ બહાનુ સમજી જતો પણ કોઈ દિવસ ઍને ફોર્સ ના કરતો કોઈ વાત માટે, ઍક આદર્શ પતિ હતો ઍ...
પણ ઍ જાણતો કે શ્રુતિ ના મંન મા કોઈ વાત છે ને હવે ધીમે ધીમે ઍ વાત ખૂબ સતાવતી હતી રજત ને...
22 ડિસેંબર આવી , પાંચમા વર્ષ માં પ્રવેશ્યુ ઍમનુ લગ્ન જીવન , ખૂબ સરસ સાંજ વિતાવી સાથે ઍમણે, પણ શ્રુતિ ની હમેશા ની ઍક ચુપ્પી રજત નૅ અંદર થી ખોતરી રહી હતી..
રાતે રજત ઍ શ્રુતિ ને નેક્લેસ ગિફ્ટ કર્યો ને કહ્યુ કે હવે સમય છે કે ઍમનુ કટ્મ્બ બે થી ત્રણ નુ થાય..
અચાનક શ્રુતિ ના મોઢા પર થી ખુશી નો રંગ બદલાઈ ગયો.
રજત ને ઍ વાત ઍટલી ઉંડે સુધી ચીરી ગઈ કે ઍન શ્રુતિ નો હાથ પકડી આગળ ના સોફા પર ધક્કો મારી દીધો , ઍ ઉકાળતો હતો છેલ્લા ઍક વર્ષ થી ઍનિ શ્રુતિ ઍને ઍનિ નહોતી લાગતી.
રજત ઍ વિસ્કી નો ગ્લાસ ભર્યો , ને ઍક સ્વાસે બધુ અંદર. પોતાને ઠારવા ની ઍનિ આજ રીત હતી , શ્રુતિ ચુપ્પ થઈ ને સોફા મા બેઠી હતી. તદ્દ્ન શુન્ય થઈ ગઈ હતી. રજત નુ આ સ્વરુપ કદાચ ઍને પેહલી વાર જોયુ હતુ.
પછી પોતાના ગૂસ્સા ને ઠારી ને ઍને શ્રુતિ ને કહ્યુ... "મારે સત્ય સાંભળવું છે". તદ્દ્ન કોરી ભાષા મા બોલ્યો રજત.
શ્રુતિ ગભરાતી બોલી "કઈ નઈ". શબ્દો તૂટી તૂટી ની બહાર આવતા હતા.
"મારે સત્ય સાંભળવું છે" રજત નો અવાજ અને ગુસ્સો બંને ઉપર ચડ્યા..
"આય ઍમ સૉરી રજત" આટલુ બોલતા શ્રુતિ તૂટી પડી , આંસૂ ઉપર ઍનો કાબૂ ના રહ્યો.
રજત ના ધબકાર ની ઝડપ વધતી ગઈ...
પણ ઍ ચુપ્પ રહ્યો ને શ્રુતિ ના બોલવાની રાહ જોઈ..
શ્રુતિ ફરી તૂટેલા સ્વરે બોલી "કરણ, કરણ યાદ છે..!"..
"જેને આપણે મુંબઇ મા મડ્યા હતા ઍ..? , તારો માનેલો ભાઈ..!" રજત ગભરતા અવાજે બોલ્યો.
"હા.." રડતા બોલી શ્રુતિ..
"નથી ઍ મારો માનેલો ભાઈ , અમે કોલેજ મા સાથે હતા, પ્રેમ કરતા હતા." પ્રેમ પછી નુ વાક્ય શ્રુતિ બોલી જ નહ્તી...
રજત હજી પણ કંઈ ના બોલ્યો ઉભો હતો બસ ઍમજ ઍક્દમ સ્થીર...!
----------
શાંતિ હતી બધે , ખાલી ડૂસકા સંભળાતા હતા શ્રુતિ ના...
ને ક્યારેક ગ્લાસ માં આઇસ ગબડવાનો અવાજ સંભળાતો….
સવાર પડી આંખો ઉઘડતા ની સાથે જ શ્રુતિ બસ રજત ને શોધવા ફાફા મારતી હતી..
ઍને રજત ને ફોન કર્યો પણ 'આઉટ ઓફ રીચ'..!!!
ઍને રજત ની ઑફીસ, ફ્રેંડ્સ બને ત્યાં બધે જ કૉલ કર્યા પણ કોઈ સમાચાર નઈ...
ને બેલ વાગ્યો,
ઘેલી થઈ ને દરવાજા તરફ દોડી ઍ , રજત ને મળવા...
દરવાજો ખોલ્યો ને સામે "કરણ"..!
"અહીયાં શુ કરે છે તૂ...!" તરછોડી ભાષા મા બોલી શ્રુતિ...
દરવજો ઍના મોઢે બંધ કર્યો ને ઍમા ઍને સભળાયૂ "રજત ઍ...."
શ્રુતિ ઍ ફરી દરવાજો ખોલ્યો.
"રજત ઍ મને બોલાવ્યો છે ને તને મળવાનુ કીધુ.."
શ્રુતિ ની સમજ થી બધું બહાર હતુ ને હજી કઈ વિચારે ત્યાં કરણ બોલ્યો "કાલે રાતે કે સવારે કહુ પણ ચાર વાગે ઍનો ફોન આવ્યો"
"શુ કીધુ ઍમણે ???" બહૂ જ ઉત્સુકતા થી પુછયુ શ્રુતિ ઍ.
"ખૂબ પીધેલી હાલત માં હતો , ઍના કાબટ માં તારી માટે અમુક વસ્તુ મૂકી છે જે તારે જોવાની છે અને તારા બહૂ વખાણ કરતો , તને ખૂબ પ્રેમ કરે છે ઍમ કેહ્તો અને.." કરણ બોલતા અટક્યો..
"અને શું" શ્રુતિ ગભરાટ મા થથરતી બોલી...
"કદાચ રડતો હતો , રજત." કરણ ઍ કીધુ.
"શુ કેહ્તો હતો બિજુ..!" પુછયુ શ્રુતિ ઍ.
"બસ ઍટલુ જ કે તૂ જલ્દિ આવી જજે ઘરે , પણ હૂ નહી મળુ તને પણ મે જેટલુ કીધુ ઍટલું કેહ્જે શ્રુતિ નૅ..!"
શ્રુતિ સડસડાટ દોડી, કબાટ માં શુ છે ઍ જોવા..
શ્રુતિ ની આઁખોં ખુલ્લી રહી ગઈ જોઈને ...
રજત ઍ શ્રુતિ ને ના આપ્યા હોય ને શ્રુતિ ને ખબર ના હોય ઍવા ઍના બહૂ બધા ફોટોગ્રાફસ , અનેક કવિતાઓ , શ્રુતિ ની ગમતી વસ્તુઑ , ઍમના લગ્ન જીવન ના સુંદર પળો ની ઍક ડાયરી , ઘર અને બિજ઼નેસ બધું શ્રુતિ ના નામે કરેલા ઍવા કેટલાય ડૉક્યુમેંટ્સ અને
કેટલાય પ્રેમપત્રો જે રજત ઍ લખેલા ઍનિ માટે , દરેક પત્ર માં ઍક વાત સામાન્ય હતી.
"મારૂ સર્વત્ર શ્રુતિ , તૂ જ મારી પ્રેરણા ને તૂ જ મારી શક્તિ. , તૂ નહી તો આ જીવન નુ શું કરવાનુ મારે , તારી માટે જ જીવું છું , તૂ જ મારો શ્વાસ..!"
શ્રુતિ હજુ આ વાંચી પોતાને સંભાળી શકે ત્યાં ઍનો ફોન રણક્યો..
"રજત , રજત નો ફોન હશે" મંન માં ખુશ થઈ ફોન લેવા દોડી ને ફોન ઉઠાવ્યો..
"શ્રુતિ મેડમ બૉલ રહે હો...???" શ્રુતિ ને કઠોર અવાજ સંભળાયો..
"તમે કોણ..!" શ્રુતિ ઍ આશ્ચર્ય થી પુછયુ.
"મેડમ , મૈં સેન્ટ્રલ હોસ્પિટલ સે બૉલ રહા હું, રજત મેહતા કી લાશ મિલી હૈ , આપ આકે પેહચાન કર જાઇયે ..!" ને ફોન કટ થઈ ગયો...
જાણે રજત-શ્રુતિ નો છેડૉ તુટ્યો હોય...
શ્રુતિ ફોન પકડી સ્થીર ઉભી રહી , ના કઈ સંભળાય ના કઈ બોલી...
ઍના મંન માં બસ ઍટલુ ગુંજવા લાગ્યુ..
", તૂ નહી તો આ જીવન નુ શુ કરવાનુ મારે , તારી માટે જ જીવું છું , તૂ જ મારો શ્વાસ..!"
"
- મિત્ર