Friday, 7 November 2014

एक शहर सा कुछ बस गया है मुझ में..

एक शहर सा कुछ बस गया है मुझ में..
शहर जो दिन का नहीं..
अँधेरी अकेली रातों का है ...
जिसे न किसी की खैर है , जिसे न किसी से बैर है...

ये शहर , जो अपने आप के प्यार में गुमशुदा सा है,
सड़क के किनारे ,वही पत्थरो का तकियां इसे भा सा गया है...

कुछ चीखे ,कुछ आहटे सुनी तो है इसने, पर शायद अनसुनी कर दी होगी..

मेरे इस शहर में बस में ही बसता हूँ..
ये रात का शहर सांस लेता है...
जब दिन के शहर की सारी मिले बंध होती है...

ये हस भी लेता है जब कुछ गरीब बच्चो को खाना नसीब होता है..
और चंद लम्हों के लिए उनके होठों पे मुस्कराहट देखता है...
ये आंसू  को  रास्ता भी देता है  जब , गवर्मेन्ट अस्पताल में कोई माँ बाप खोता है ...

ये शहर जल उठता है ,अंदर आग सा कुछ, हडकंप सा मच जाता है..
जब किसी की बहन,माँ , बेटी  या पत्नी को खिलौना बना दिया जाता है ...

पर है तो ये एक शहर ही ,क्या करेगा !!!

वही सड़क के किनारे सो जाएगा , तारों को ढूंड ने की कोशिश में....

~ मित्र

कभी कोई समां ऐसा हो...

कभी कोई समां ऐसा हो...
तेरा भी हाल मेरे जैसा हो...

तू चाहे मुझे टूट के...
में चला जाऊ तुझसे रूठ के..
कभी कोई समां ऐसा हो...

तू सो ना पाए मेरी यादों में,
करवटे बदले मेरी चाहों में ,
रंग गहरे हो तेरे सपनो के,
में ना बनू तेरा, तेरा ही होके
कभी कोई समां ऐसा हो...
तेरा भी हाल मेरे जैसा हो...

न सुनु कोई बात, ना समजू में तुम्हे,
न चाहूँ, न देखू में तुम्हे,
ढूंढे तेरी भी नज़रे मुझे दीवानी होक,.
तू भी समजे बात मेरी , मुझे खोके..

कभी कोई समां ऐसा हो...
तेरा भी हाल मेरे जैसा हो...
~ मित्र

ન જાણે કેમ ...

ન જાણે કેમ !
ન જાણે કેમ ...
એમને જોતા જ થઇ ગયો પ્રેમ ... ન જાણે કેમ ...
ફરી થી જાણે આજે , પ્રેમ ગાથા...
સપના કહી ગયા....
ન જાણે કેમ ...


જતા એ મંદિર ને પૂજા... મારી થઇ જતી..
ખુલી આંખો એજ સાચી.. ઈબાદત થઇ જતી...
પેહલી વાર જ્યારે, જોયા એમને..
જોતા રહી ગયા...


ન જાણે કેમ ...
એમને જોતા જ થઇ ગયો પ્રેમ ... ન જાણે કેમ ...(2)

હવે આ દિલ છે તમારું..રાખો.. ઠુકરાવી દો...
જીતવું ગમશે અમને... ચાહે.. હરાવી દો..
ભલે ને હારી આજે... બાજી દિલ ની...
તમને જીતી ગયા....

ન જાણે કેમ !
ન જાણે કેમ ...
એમને જોતા જ થઇ ગયો પ્રેમ ... ન જાણે કેમ ...
ફરી થી જાણે આજે , પ્રેમ ગાથા...
સપના કહી ગયા....
ન જાણે કેમ ...

~ મિત્ર 

Friday, 30 May 2014

કોશિશ કરી જોજો ...

એમની આંખો માં ક્યારેક ડૂબી ને જોજો ,
પ્રેમ માં પડવાને બદલે , પ્રેમ માં ઉગી ને જોજો.!!!

`મિત્ર 

એક વિચાર એવો છે ...

કોઈ પણ કવિતા ની રચના માટે પ્રેમ માં પડવું અત્યંત અગત્ય નું છે અને કદાચ પ્રેમ માં નિષ્ફળ જવું પણ એટલું જ અગત્ય નું છે . સાથે સચ્ચા પ્રેમ ની મજા અને એની ખુશી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પ્રેમ ની કે દુખ ની ભાવના કવિતા રચે છે અને ક્યારેક કોઈ વ્યક્તિ ને કારણે કવિતા રચાય છે. કવિતા માટે મોટે ભાગે વ્યક્તિ  એટલી જરૂરી નથી જેટલી કે મન માં ની ભાવના કે અનુભાવો ની મીઠાશ કે કોઈ એવો ડંખ. કદાચ કોઈ ને આ વાત સાચી ના લાગે પણ હું માનું છું કે વ્યક્તિ માધ્યમ માત્ર જ છે અને નવી રચના માટે માધ્યમ બાદલિ પણ શકાય.!



Friday, 28 March 2014

તારી અને મારી દુનિયા સીલી સીલી ...


કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
આપણા ગુલાબ ની કેવી હતી પેહલી કુંપળ ખીલી ,
તારા વાળ વિખેરી મેં બાંધી આપેલી પોની ઢીલી ઢીલી  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
ભીંજાયેલા જેમાં મન આપણા , હતી એ વરસાદ માં જાહોજલાલી ,
ખાબોચિયા ના પાણી માં તારી કુર્તી મેલી મેલી  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
રાત આખી તારી વાટ જોતો પડે સવાર હવે વેહલી ,
અને તું આવે મને મળવા સાવ ઘેલી ઘેલી  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...
લાગણી , પ્રેમ , હુંફ બધુ તારા થી મળ્યું મને ,
તારો પ્રેમ પામી મારી આંખો ભીની ભીની  ...

કુણા કુણા ઘાંસ ની વાતો લીલી લીલી ,
તારી અને મારી દુનિયા સીલી સીલી  ...

`મિત્ર

અમે ટેક્નોલોજીયા લવર...


અમે ટેક્નોલોજીયા લવર , અમે ટેક્નોલોજીયા લવર,
સમજાય નહિ અમને પ્રેમ પત્રો ના કવર ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

ફેસબુક ઉપર ફ્રેન્ડ રીક્વેસ્ટ ,
અને વોત્સેપ પર સંબંધ સાચવતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

સ્પર્શ નો એહસાસ અમને ક્યાં જોઈએ ,
"હગ્સ " લખીને વર્ચુઅલ પ્રેમ આપતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

ગમતા ની રાહ જોવી અમને ફાવે નહિ,
સ્કાઇપ પર મળી લિયે ચાલ સજન ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

અને ક્યારેક જો એમની બૌ યાદ આવે તો ,
"જાનુ" , "મુવાહ " ને વોઈસ ચેટ કરતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ...

સાથે બેસીને , હાથ પકડી સમય થોડી બગાડાય ,
ઈન્ટરનેટ કોલિંગ થી જ વાતો પતાવતા ,
અમે ટેક્નોલોજીયા લવર  ....

`મિત્ર ગઢવી