કોઈ પણ કવિતા ની રચના માટે પ્રેમ માં પડવું અત્યંત અગત્ય નું છે , અને કદાચ પ્રેમ માં નિષ્ફળ જવું પણ એટલું જ અગત્ય નું છે . સાથે સચ્ચા પ્રેમ ની મજા અને એની ખુશી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પ્રેમ ની કે દુખ ની ભાવના કવિતા રચે છે અને ક્યારેક કોઈ વ્યક્તિ ને કારણે કવિતા રચાય છે. કવિતા માટે મોટે ભાગે વ્યક્તિ એટલી જરૂરી નથી જેટલી કે મન માં ની ભાવના કે અનુભાવો ની મીઠાશ કે કોઈ એવો ડંખ. કદાચ કોઈ ને આ વાત સાચી ના લાગે પણ હું માનું છું કે વ્યક્તિ માધ્યમ માત્ર જ છે અને નવી રચના માટે માધ્યમ બાદલિ પણ શકાય.!